HomeGujaratશા માટે લોકોને કોકટેલ વેક્સીનનો ત્રીજો ડોઝ નથી અપાયો?જાણો એક્સપર્ટનો મત

શા માટે લોકોને કોકટેલ વેક્સીનનો ત્રીજો ડોઝ નથી અપાયો?જાણો એક્સપર્ટનો મત

સમગ્ર દેશમાં આજથી વેક્સીનેશનનો બુસ્ટર ડોઝ શરૂ થઈ ગયો છે. જેને પ્રિકોશન ડોઝ પણ કહેવામાં આવે છે. શરૂઆતમાં આ ત્રીજો ડોઝ ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થકેર વર્કર સિવાય 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને પણ લગાવવામાં આવી રહી છે. જેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. ભારત દેશમાં આશરે 1 કરોડ હેલ્થ વર્કર અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા પણ આશરે 13 કરોડ છે.

આ હિસાબથી દેશમાં 16 કરોડ બુસ્ટરડોઝની જરૂરિયાત રહેશે. આરોગ્ય મંત્રાલય તરફથી સામે આવેલી ગાઈડલાઈન્સ અનુસાર ત્રીજા ડોઝની વેક્સીન આપવામાં આવશે. જેમાં પહેલા બે ડોઝ કોવિશિલ્ડના લાગ્યા હશે તો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડ જ લેવાનો રહેશે. આ જ રીતે પહેલા બે ડોઝ કોવેક્સીનના લાગ્યા હશે તો ત્રીજો ડોઝ પણ કોવેક્સીનનો જ લેવાનો રહેશે. ત્રીજો ડોઝ કોકટેલ ન કરવા પર નિષ્ણાતો કહે છે કે, દુનિયાના ઘણા એક્સપર્ટ એવું માની રહ્યા છે કે, ત્રીજો ડોઝ એક અલગ વેક્સીનનો હોવો જોઈએ. જેમ કે, પહેલા બે કોવેક્સીનના હોય તો ત્રીજો કોવિશિલ્ડનો હોવો જોઈએ. આ રીતે પહેલા બે ડોઝ કોવિશિલ્ડના હોય તો ત્રીજો ડોઝ કોવેક્સીનનો હોવો જોઈએ. પણ સરકાર આવું કોઈ વેક્સીન મિશ્રણ કરવા માગતી નથી. વેક્સીનના પહેલા ડોઝને પ્રાયમરી ડોઝ કહેવામાં આવે છે. જે વાયરસને ઓળખી એની સામે એક એન્ટીબોડી બનાવે છે. પ્રાયમરી ડોઝથી એન્ટીબોડી બની રહે છે. પછી બીજો ડોઝ જરૂરી હોય છે.

જોકે, કોરોના વાયરસ સામે ઉપયોગીમાં લેવાતી મોટાભાગની વેક્સીનની ઈમ્યુનિટીના હિસાબથી છથી આઠ મહિના બાદ એનો ખ્યાલ આવે છે. તેથી ઈમ્યુનિટી બુસ્ટ કરવા ત્રીજો ડોઝ અથવા બુસ્ટડર ડોઝ આપવામાં આવે છે. મહામારી રોગ નિષ્ણાંત ડૉ. સંજય રાય એવું કહે છે કે, બુસ્ટર ડોઝનો અર્થ ઈમ્યુનિટીને બુસ્ટ કરવું એવો થાય છે. તેથી એ જ વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવો જોઈએ. કારણ કે દરેક વેક્સીનની લોંગટર્મ ઈફેક્ટ જોવી પડે. બંને બાજુ જોવી પડે સારી અને ખરાબ. મિક્સ કરતા રહીશ તો કોઈની એવી જવાબદારી નહીં રહે. જેને જે વેક્સીન લાગી હોય એને એનો જ બુસ્ટર ડોઝ આપવો જોઈએ. કારણ કે, હજુ સુધી વેક્સીનની સેફ્ટિ અને એફિકેસીની સાબિતી છે. પણ લાંબા ગાળા અંગે કોઈ ખ્યાલ આવે નહીં. વેક્સીન ક્રોસિંગ કરવાની જરૂર નથી.

કોરોના વાયરસની સામે વેક્સીનથી બનેલી ઈમ્યુનિટી થોડા સમય બાદ ઓછી થવા લાગે છે. એવામાં વેક્સીનનો બુસ્ટર ડોઝ લેવાથી ફાયદો થાય છે. આ સિવાય કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોન આવતા આ બુસ્ટડર ડોઝનું મહત્ત્વ વધી ગયું છે. કારણ કે, નવો વેરિયંટ વેક્સીન લઈ ચૂકેલા લોકોને પરણ શિકાર કરી રહ્યો છે. જેનાથી સૌથી વધારે જોખમ સિનિયર સિટિઝન અને ફ્રન્ટલાઈન વર્કરને છે. તેથી ભારતમાં આ લોકોને વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW