સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય અને અનોખી અદાથી ચાહકોના દિલમાં અલગ જ જગ્યા બનાવનાર રશ્મિકા મંદાના ફરી એકવાર તેની નવી ફિલ્મ ‘પુષ્પા’ને લઈને ચર્ચામાં છે. સુંદર અભિનેત્રીને મોટા પડદા પર ડાન્સ, એક્ટિંગ, સ્ટાઈલીશ લુક અને એક્શન કરતી વખતે ઘણી વાર જોઈ હશે. પરંતુ શું તેને ક્રિકેટ રમતા જોઈ છે? આમ પણ રશ્મિકા અનેક યુવાનોની ફેવરીટ એક્ટ્રેસ રહી છે. નેશનલ ક્રશ રહી ચૂકેલી એક્ટ્રેસનો એક નવો અવતાર સામે આવ્યા છે. એ પણ ઓન સ્ક્રિન નહીં પણ ઓફ સ્ક્રિન પરથી.
સૌ કોઈ એવું વિચારતા હશે કે રશ્મિકાનું ક્રિકેટ કનેક્શન કેવી રીતે હોઈ શકે, તો જણીએ કેવી રીતે આ બ્યુટીફૂલ એક્ટ્રેસને ક્રિકેટમાં રસ પડ્યો છે. સાઉથની આ અભિનેત્રીએ ક્રિકેટ પીચ પર બેટિંગ પણ કરી છે અને બોલરોની પણ જોરદાર ધોલાઈ કરી છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે તે આવું રીયલ લાઈફમાં નહીં પણ રીલ લાઈફમાં બન્યું છે. હકીકતમાં રશ્મિકા મંદાનાએ સાઉથની દિગ્ગજ અભિનેત્રી વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ ‘ડિયર કોમરેડ’માં કામ કર્યું હતું. જેમાં મંદાના એક ક્રિકેટર તરીકે જોવા મળી છે. તેણે આ ફિલ્મમાં બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. ચોગ્ગા ફટકાર્યા હતા. સિક્સરનો વરસાદ થઈ કર્યો હતો. આ ફિલ્મ માટે રશ્મિકાએ ઘણી ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરી હતી. આ સિવાય ગયા વર્ષે ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન રશ્મિકાએ તેના ફેન્સના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. પોતાની ફેવરિટ IPL ટીમનું વર્ણન કરતાં કહ્યું હતું કે, ‘ઈ સાલા કપ નામદે’, જેનો અર્થ છે, ‘આ વર્ષે કપ આપણો હશે’. મતલબ કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન છે. સાથે જ પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જણાવતા તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ નહી પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીધું છે.
ફિલ્મના સામે આવેલા એક વીડિયોમાં રશ્મિકા તેના હાથમાં બેટ પકડીને પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારતી જોવા મળે છે. આ પછી, તે સિક્સર ફટકારે છે, પછી બે રન લે છે અને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને વિજય અપાવે છે. વાસ્તવમાં આ સાઉથની ફિલ્મનો સીન છે, પરંતુ આ નેશનલ ક્રશ એક્ટ્રેસે આ ફિલ્મના પર્ફેક્ટ શોટ માટે દમદાર મહેનત કરી છે. તેમણે કહ્યું, ‘તે ધોનીની વિકેટ કીપિંગ, બેટિંગ અને કેપ્ટનશિપની મોટી ફેન છું. તે માસ્ટર ક્લાસ પ્લેયર છે. ધોની મારો હીરો છે.

