HomeGujaratમોરબીની વધુ 2 શાળામાં વિધાર્થી સહિત 26 દર્દી કોરોના પોઝીટીવ

મોરબીની વધુ 2 શાળામાં વિધાર્થી સહિત 26 દર્દી કોરોના પોઝીટીવ

મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે દિન પ્રતિદિન કોરોનાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં શનિવારે 1309 દર્દીઓને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સાર્થક વિધામંદિર અને સેન્ટ મેરી સ્કુલમાં બે વિધાર્થી સહિત 26 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. મોરબી શહેરમાં 20 દર્દી,ગ્રામ્ય 3 દર્દી પોઝીટીવ આવ્યા હતા આ ઉપરાંત ટંકારામાં 2 અને માળિયાના 1 કેસ સામે આવ્યા હતા મોરબી જિલ્લા આજ દિન સુધી માં એક્ટિવ કેસની સંખ્યા 142 સુધી પહોંચી ચૂકી છે. રાહતની વાત એ રહી કે જિલ્લામાં હાલ એક પણ દર્દીનું મોત થયું નથી સાથે સાથે મોરબીના 7 અને ટંકારામાં 1 દર્દી ડીસ્ચાર્જ થયા હતા મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 6673 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6190 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુકયા છે.તો 87 દર્દીના મોત જાહેર કરવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW