મોરબીના બેલા ગામમાં રહેતા એક પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર રમતા રમતા ગરમ પાણીની ડોલમાં પડી જતા ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બેલા ગામમાં રહેતા ભરતભાઈ સોલંકી નામના યુવાનનો ૩ વર્ષનો દીકરો જીજ્ઞેશ ગત 20 ડીસેમ્બરના રોજ રમતા રમતા ગરમ પાણીની ડોલ પાસે પહોચી ગયો હતો અને ડોલમાં પડી ગયો હતો જેથી ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત નીવડતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

