મોરબી જિલ્લા પોલીસે 31st નીરાત્રે નવા વર્ષની ઊજવણી ના નામે દારૂની મહેફિલ માણી વાહનો ન ચલાવે તે માટે જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાની આગેવાની 36ટીમ બનાવી નાઇટ કોમ્બિગ હાથ ધર્યું હતું.જિલ્લામાં અલગ અલગ સ્થળે નશો કરી વાહન ચલાવતા 10 શખ્સ ઝડપાયા હતા જેમના વિરુદ્ધ આઈપીસી કલમ 185 અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરાંત 15 જેટલા શખ્સ નશાની હાલતમાં ઝડપાયા હતા આમ જિલ્લામાં પોલીસ3 એક રાતમાં કુલ 35 શખ્સોને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ સિવાય માળીયા મિયાણા પોલીસે માળિયા શહેર ના ટેલીફોન એક્સચેન્જ પાસેથી સમીર ઇબ્રાહિમભાઈ કટિયાને 108 બોટલ વિદેશી દારૂ તેમજ94બોટલ વહીસ્કી સાથે ઝડપી લીધો હતો.

