HomeGujaratSaurashtra Kutchhઘનશ્યામગઢ નજીક ડંપરે મોટરસાયકલને અડફેટમાં લેતાં માસુમનુ મોત

ઘનશ્યામગઢ નજીક ડંપરે મોટરસાયકલને અડફેટમાં લેતાં માસુમનુ મોત

અજીતગઢથી પરત ફરતાં અડફેટમાં લેતાં ચાર ઈજાગ્રસ્ત

હળવદના ઘનશ્યામગઢ નજીક પુરપાટ આવતા રેતી ભરેલાં ડંપરે માસુમનો જીવ લીધો હતો જેમાં અજિતગઢથી પરીવાર હળવદ તરફ આવતા ઘનશ્યામગઢ નજીક બાઈકને અડફેટમાં લેતાં પતિ પત્ની સહિત બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અન્ય એક સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે બનાવના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યાં હતાં અને રેતી ભરેલાં બેફામ દોડતાં ડંપર ચાલકો સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાપ્ત અહેવાલ મુજબ હળવદના બ્રાહ્મણી નદીમાંથી બેફામ ખનીજચોરીના પગલે રાતદિવસ માતેલા સાંઢની માફક ઓવરલોડ ડંપરો દોડતાં હોય છે જેનાં કારણે અવારનવાર નાના મોટા અકસ્માત નોતરે છે ત્યારે આજે બપોરના સમયે અજિતગઢથી હળવદ તરફ આવતા પરીવારને અકસ્માત નડતા માતાપિતાની નજર સમક્ષ કીંજલ રમેશભાઈ ઠાકોર માસુમ સાત વર્ષની બાળકીનુ મોત નિપજ્યું હતું જ્યારે રમેશભાઈ ઠાકોર,શારદા બેન રમેશભાઈ,વિશ્વાસ ભાઈ અને જલ્પાને ઈજાઓ પહોંચી જ્યારે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને માતેલા સાંઢની માફક દોડતાં ડંપર ચાલકો સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW