HomeGujaratખતરનાક બોલ ફેંકીને ફસાઈ ગયો બોલર, એમ્પાયરે બોલિંગ કરતા અટકાવ્યો જુઓ વીડિયો

ખતરનાક બોલ ફેંકીને ફસાઈ ગયો બોલર, એમ્પાયરે બોલિંગ કરતા અટકાવ્યો જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બૈશ ટુર્નામેન્ટ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું કે, જેના કારણે ક્રિકેટજગતમાં મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. પર્થ સ્કોચર્સના ફાસ્ટ બોલરેને લઈને ફરી એક વખત મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અજે ટાઈ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે એક એવો ખતરનાક બોલ ફેંક્યો તે એમ્પાયરે એને રોકવો પડયો હતો. એમ્પાયરે એને ઓવર પૂરી કરવા દીધી નથી. એ પછી તે આખી મેચમાં બોલ ફેંકી શક્યો નથી.

બિગ બૈશ લીગની 11મી સીઝન ચાલી રહી છે. 24મી મેચમાં સિડની થંડર્સ અને પર્થ સ્ક્રોચર્સની ટીમે સામસામે હતી. જ્યારે અજે ટાઈ ઓવર ફેંકવા માટે આવ્યો ત્યારે તેમણે પોતાની ઓવરમાં 11 રન આપ્યા હતા. એ પછી બોલિંગમાંથી તેને હટાવી દેવામાં આવ્યો છે. 15મી ઓવરમાં તેણે ફરીથી કમબેક કર્યું. પણ અહીં વિવાદ થયો હતો. આ ઓવરના પહેલા બોલે બાઉન્ડ્રી ફટકારી હતી. ત્રીજા બોલ પર સેમ બિલિંગ્સની વિકેટ ખેરવી હતી. પણ ચોથા બોલમાં ફુલ ટોસ આપ્યો હતો. જે બેટ્સમેનની છાતીની ઉપરના ભાગમાં આવ્યો હતો. એવામાં એમ્પાયરને એને નો બોલ આપ્યો હતો.

આ સિવાય બોલરને વોર્નિંગ પણ આપી હતી. પણ એ પછીનો બોલ પણ એવો જ રહ્યો હતો. એ પછી એમ્પાયરે બીજી વખત નો બોલ આપ્યો હતો. પછી એમ્પાયરે બોલર અને કેપ્ટનને બોલાવ્યા હતા. પછી ટાઈને દૂર કરી દેવામાં આવ્યો હતો. ફિલ્ડિંગ ટીમના કેપ્ટન, બોલરની એમ્પાયર સાથે પણ માથાકુટ થઈ હતી. પણ અંતમાં એમ્પાયરનો નિર્ણય જ સર્વોપરી રહ્યો હતો. આ પછી એજ ટાઈ પોતાની ઓવર પૂરી કરી શક્યો નથી.

એ પછી મેચમાં પણ એને કોઈ ઓવર ફેંકવા દેવામાં આવી ન હતી. ક્રિકેટની ભાષામાં આ બોલને બીમર કહેવાય છે. જે કોઈ પણ બેટ્સમેન માટે ખતરનાક હોય છે. વેસ્ટ હાઈથી ઉપર બોલ ફેંકવો નિયમની વિરૂદ્ધમાં છે. જો કોઈ બલર કોઈ ઈનિંગમાં બે વખત આવો બોલ ફેંકે છે તો એને દૂર કરી દેવામાં આવે છે. જ્યારે અજે ટાઈએ એક જ ઓવરમાં આવું બે વખત કર્યું હતું. પછી એને હટાવી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW