HomeGujaratCentral Gujaratકામગીરી માત્ર નામની,3 દિવસમાં માત્ર 6 જ ગેર કાયદેસર જોડાણ કપાયા

કામગીરી માત્ર નામની,3 દિવસમાં માત્ર 6 જ ગેર કાયદેસર જોડાણ કપાયા

ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢતાં અમદાવાદ કોર્પોરેશન તંત્ર સક્રિય થઈ ગયું છે. ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીમાં ઠલવાતા ગંદા પાણી મુદ્દે અમુક એકમો સામે કડક પગલાં લેવા માટે આદેશ આપ્યા હતાં. જેની સામે કોર્પોરેશને એમના ડ્રેનેજ જોડાણ કાપ્યા છે. પણ સવાલ તંત્રની કામગીરી સામે ઊભા થયા છે.

કારણ કે ત્રણ દિવસમાં માત્ર 6 જ જોડાણ કપાયા છે. તંત્ર દર દિવસે માત્ર એક કે બે ડ્રેનેજ જોડાણ કાપીને સંતોષ માની રહ્યું છે. આના પરથી એટલું તો કહી શકાય કે તંત્ર અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ વચ્ચે વાટકી વ્યવહાર ચાલુ થયા છે. ‘ વહીવટ’ થયો હોય એવી પણ ચર્ચા છે. હાઇકોર્ટે ટકોર કર્યા બાદ જાણે પરાણે કાર્યવાહી કરવી પડતી હોય એવો ઘાટ છે. નદીની આસપાસમાંથી 1000 જેટલા ગેર કાયદેસર જોડાણ નદીમાં ખૂલે છે. જેથી નદી પ્રદૂષિત થઈ જાય છે. આ વાતની નોંધ લઈને હાઇકોર્ટે પગલાં લેવા આદેશ કરેલા. કોર્પોરેશને 386 જેટલા એકમ સામે પગલાં લેતા એમના ડ્રેનેજ જોડાણ કાપ્યા છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોન માંથી સૌથી વધુ જોડાણ કપાયા છે. બહેરામ પૂરા માંથી 85, ઓઢવ 46, દાણીલીમડા માંથી 49, નરોડા ઉદ્યોગ નગરમાંથી 41 જોડાણ કાપવામાં આવ્યા છે. ઓઢવ, દાણીલીમડા અને નરોડા નથી આ જોડાણ કાપવાની કામગીરી બંધ કરી દેવાય છે. અત્યાર સુધી આ એકમોની તંત્ર અધિકારીઓ અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સાથે ભક્તિ ચાલતી. પણ હાઇકોર્ટે આંખ લાલ કરતા આકરા પગલાં લેવાયા છે.

અમદાવાદ સિટીમાં કુલ 14 એસટી પી છે. નદીની પૂર્વ બાજુએ આવેલા સુએજના માપદંડ મર્યાદા કરતા વધુ છે. મુખ્ય કારણ સુએજ લાઇનોમાં આવતું ઇન્ડસ્ટ્રીટલ એફલુઅન્ટ છે. અમદાવાદ શહેરમાં ચાર મોટા ઉદ્યોગનગર છે. આ ઉપરાંત શહેરના ઉત્તર, પુર્વ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં નાનાં-નાનાં ઘણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલાં છે. મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એફલુઅન્ટ માટે CETP બનાવેલા છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડોમેસ્ટિક શુદ્ધિ કરણ માટે છે. પણ ઉધોગિક એકમના પાણી ઠલવાતા કોઈ માપદંડ ની અમલવારી થતી નથી.

પ્લાન્ટની માઇક્રોબયલ પ્રોસેસમાં બેકટેરીયલ ડેવલોપમેન્ટમાં હાનિ પહોંચતી હોવાથી આઉટલેટ પેરામીટર GPCB નાં નિયમ અનુસાર જળવાતાં નથી. તેમજ ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટના કારણે એસ.ટી.પી.ની મશીનરીને પણ નદી ને મોટું નુકસાન થાય છે. ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ કોર્પોરેશનએ યુટીલીટીના મેન્ટેનન્સ માટે તાકીદે ડ્રેનેજ લાઇનોમાં કરેલ ગેરકાયદેસર જોડાણો કાપવાની કામગીરી કરવાની શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW