HomeGujaratનાના અગરીયાઓને સોલાર પમ્પની સબસીડી યોજના બે વર્ષ લંબાવવામાં માગ

નાના અગરીયાઓને સોલાર પમ્પની સબસીડી યોજના બે વર્ષ લંબાવવામાં માગ

કચ્છના નાના રણમાં નાના અગરીયાઓ વર્ષોથી પરંપરાગત રીતે મીઠાનું ઉત્પાદન કરે છે. અને સરકાર દ્વારા ઉધોગ ડિપાર્ટમેન્ટ દ્વારા મીઠા ઉત્પાદન કરવા માટે સોલારપંપ ખરીદી કરવા માટે 80% સબસીડી આપવામાં આવે છે. આ સોલાર પંપથી નાના અગરીયાઓને ફાયદો થઈ રહ્યો છે અને સામે ડિઝલનો વપરાશ બંધ હતા પર્યાવરણમાં ફાયદો થઈ રહ્યો છે. આ સોલાર પંપની યોજના છેલ્લા 4 વર્ષથી સરકાર દ્રારા ચાલે છે અને તેનો લાભ આજ સુધી નાના અગરીયાઓને મળ્યો છે. આ યોજનાની અમલવારી સરકારની જિલ્લા લેવલની કચેરીઓ દ્રારા સારી રીતે અને સાચા અગરીયાઓને સબસીડી આપવામાં આવી છે.

તાજેતરમાં અમુક અગરીયા વિરોધી લોકો દ્રારા છાપાઓમાં ખોટી માહિતી આપી છાપાઓમાં સમાચારો આપવામાં આવે છે.આ લોકો અગરીયા સમુદાયના નામે સમાચારોમાં આપે છે અને તેની સાથે અગરીયા સમુદાયના લોકોને કોઈ લેવા દેવા નથી.આવા ખોટા સમાચારો આપી ખોટો પ્રચાર કરીને સરકાર, અધિકારી અને અગરીયાઓને બદનામ કરવાનું કાર્ય કરે છે.આ સમાચારો આપવા અને ખોટા પ્રચાર કરવા અગરીયાઓની નામનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. જેનો ફક્ત હેતુ ચુંટણી લક્ષી હોય જેમાં સરકારને બદનામ કરવી અને પોતાને ચુંટણી લક્ષી લાભ લેવો અને અગરીયાઓને ગેરમાર્ગે દોરવાનો છે.

સરકારમાં શરૂ કરવામાં આવેલી સોલાર પંપની યોજના અમલવારીથી આજ સુધી સાચા અગરીયાઓને જ સબસીડી મળી છે અને જિલ્લાના અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે. કોઈ પણ પ્રકારની ગેરરીતી કરી નથી. પરંતુ અગરીયા સમુદાયના નામે બની બેઠેલા પ્રમુખો બધાને બદનામ કરે છે. તેવા આક્ષેપ પણ અગરિયા હિત રક્ષક સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ માંગણી પર કરી હતી કે આગામી ઓક્ટોબર 2022માં 80 ટકા સબસીડી યોજના પૂર્ણ થતી હોય છે. આ યોજના આગામી બે વર્ષ સુધી લંબાવવા માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW