ઉત્તર પ્રદેશના મહાનગર કાનપુરમાં અત્તરના વેપારીને ત્યાં પડેલા ITના દરોડાએ દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. મોટી સંખ્યામાં નોટના બંડલ જોઈને ITના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પરફ્યુમના વેપારીના અડ્ડા પર દરોડના કેસમાં મોટી રિકવરી થઈ છે. આટલી મોટી રકમનું કન્સાઈનમેન્ટ ક્યાંથી આવ્યું તેની તપાસ એજન્સીઓ કરી રહી છે. એનો ઉપયોગ ક્યાં થવાનો હતો? આ નાણાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અથવા હવાલા દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. એ અંગે હજું રહસ્ય છે.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) અમદાવાદની ટીમે પરફ્યુમના વેપારીના બંગલામાંથી લગભગ 177 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. DGGIની આ કાર્યવાહી બાદ અન્ય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પરંતુ તપાસ એજન્સીઓનું માનવું છે કે નોટબંધી અને કોરોના સમયગાળામાં લોકડાઉન પછી આટલી મોટી રકમ બિઝનેસમાંથી કમાઈ શકાતી નથી. નવાઈની વાત એ છે કે અત્તરના વેપારી પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી. શું આ હવાલાના પૈસા છે? આ રકમ ક્યાંય વિધાનસભાની ચૂંટણીમાં વાપરવાની ન હતી ને? DGGI સહિત અન્ય તમામ તપાસ એજન્સીઓના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પીયૂષ જૈને કુબેરનો ખજાનો ક્યાંથી એકઠો કર્યો. તપાસ એજન્સીઓની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીયૂષ પરફ્યુમનો વેપારી છે. પણ આટલી કમાણી કરવી એ એના અત્તરના ધંધામાંથી ન થઈ શકે. પીયૂષ જૈન ટેક્સ ચોરી કરે તો પણ તે આટલી મોટી રકમ ભેગી કરી શકે નહીં. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આટલી મોટી રકમ એકલા પીયૂષ જૈનની નથી. જોકે, સતત એક દિવસ સુધી ચાલી રહેલી રિક્વરી બાદ તપાસ એજન્સીએ કોઈ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા નથી. તપાસ એજન્સીઓના નિષ્ણાતો પણ માને છે કે નવેમ્બર 2016માં નોટબંધી બાદ વેપાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ પછી, કોરોના સમયગાળામાં લોકડાઉનને કારણે વેપાર અને વ્યવસાય સંપૂર્ણપણે પતન થયું હતું. નોટબંધી અને કોરોના સમયગાળા પછી, પરફ્યુમના વેપારી વ્યવસાયમાંથી આટલી મોટી રકમ એકત્રિત કરી શકતા નથી.

DGGIની ટીમની સાથે અન્ય તમામ તપાસ એજન્સીઓ નજર રાખી રહી છે. પીયૂષ જૈનના સ્થળોએથી મળેલી રોકડને હવાલા બિઝનેસ સાથે જોડવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ એ શોધી રહી છે કે આટલી મોટી રકમ પિયુષના ઠેકાણાઓ પર ક્યાંથી આવતી હતી. તેમજ તેનો ઉપયોગ ક્યાં થતો હતો? આ સમગ્ર ધંધામાં કોણ કોણ સામેલ છે? યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરફ્યુમના વેપારીના બંગલામાંથી રૂ.177 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. એવું માનવામાં આવે છે કે પરફ્યુમ ડીલરોના સ્થળો પર હવાલા દ્વારા નાણાં એકત્ર કરવામાં આવતા હતા. શું આ રકમ વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચવાની કોઈ તૈયારી હતી. હાલમાં એજન્સીઓ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. જોકે, આટલી મોટી રકમ માટે બેંકમાંથી મશીન મંગાવવા પડ્યા હતા. તો રકમને ટ્રાંસફર કરવા માટે એક મોટું ટ્રેલર મંગાવવામાં આવ્યું હતુ.

