HomeGujaratમોરબીમાં 4 ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો

મોરબીમાં 4 ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના સીસીટીવી અને સર્વેલન્સની ટીમ મોનિટરિંગ કરતા હતા તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર એક શખ્સ અલગ અલગ બાઈકમાં એક ચાવી લગાવી બાઈકનો લોક ખોલતો હોવાની જાણ થઈ હતી શખ્સની હરકત શંકાસ્પદ જણાતા હોવાની પેટ્રોલિંગમાં હતી.તેઓને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અનેશખ્સની પૂછપરછ કરતા તેને પોતાનું નામ નરેન્દ્ર જયંતીભાઈ પટેલ જણાવ્યું હતું અને તે હરિપર નજીક લેમીનેટ ફેકટરીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. શખ્સ પાસે એક એક્ટીવા પણ મળી આવ્યું હતું જેના ડોક્યુમેન્ટ માગણી કરતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું આરોપીની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે પોકેટ કોપએપથી વાહનોનું ચેકીંગ કર્યું હતું જે વાહન આ શખ્સનું ન હોવાનું સામે આવ્યું હતું અને તે વાહન ચોરીનું હોવાનું પણ સામે આવ્યું હતું. આરોપીની પૂછપરછ કરતા આ બાઈક અમદાવાદ સીવીલ હોસ્પિટલના પાર્કિગમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.જે બાદ તેની અટકાયત કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો.નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા અન્ય ત્રણ વાહનની ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.પોલીસે આરોપીઓએ ચોરી કરેલ જીજે 36 એબી 7159,જીજે36જે5132 તેમજ જીજે 18એન 5874, જીજે 18 ડિબી5186 એમ અલગ અલગચાર ચારાઉ બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW