HomeGujaratમામૂલી બઢત સાથે ખુલ્યા બાદ લાલ નિશાને પહોંચ્યો સેન્સેક્સ, 255 અંકનો કડાકો

મામૂલી બઢત સાથે ખુલ્યા બાદ લાલ નિશાને પહોંચ્યો સેન્સેક્સ, 255 અંકનો કડાકો

આજે ભારતીય શેરબજારોની શરૂઆત મામૂલી બઢત સાથે થઈ છે. સેન્સેક્સ 69.96 અંક એટલે કે 0.12 ટકાની બઢત સાથે 57385.24ના સ્તરે ખુલ્યો હતો. તો નિફ્ટી 13.20 અંક એટલે કે 0.08 ટકાની મજબૂતાય સાથે 17085.80 અંકના સ્તરે ખુલ્યો હતો.

બઢત સાથે ખુલેલું બજાર 10 વાગ્યે લાલનિશાન પર આવી ગયું. સેન્સેક્સ 0.44 ટકા એટલે કે 255.56 અંકના ઘટાડા સાથે 57063.72 પર ટ્રેડ કરતો દેખાયો હતો. તો નિફ્ટીમાં 7.45 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઘટાડો અને 11 શેરોમાં બઢત જોવા મળી. HCL Technologies, SBI Life Insurance, TCS, Wipro અને IOC નિફ્ટીના ટોપ ગેનરમાં સામલે છે, જ્યારે Power Grid Corporation, IndusInd Bank, Sun Pharma, Tata Consumer Products અને ICICI Bank ટોપ લૂઝર છે.

આજે ડેટા પેટર્નનું લિસ્ટિંગ થશે. તેની ઈશ્યૂ પ્રાઈસ 585 રૂપિયા છે. આઈપીઓ લગભગ 120 ગણો ભરાયો હતો. કંપનીએ 588 કરોડ રૂપિયા એકઠા કર્યા. પરંતુ સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ 2 ગણો ભરાયને બંધ થયો છે. 24 ડિસેમ્બરે એનએસઈ પર 4 સ્ટોક F&O બેનમાં છે. તેમાં Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea અને Zee Entertainment Enterprisesના નામ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે F&Oસેગમેન્ટમાં સામેલ સ્ટોક્સને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવે છે, જેમાં સિક્યોરિટીઝની પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટથી વધારે થઈ જાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW