HomeGujaratવાંકાનેરના ચંદ્રપુર પાસે કાર અટકાવીને રૂ.27 લાખની લૂંટ

વાંકાનેરના ચંદ્રપુર પાસે કાર અટકાવીને રૂ.27 લાખની લૂંટ

મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક લૂંટની ઘટના બની છે. બે શખ્સોએ કારને અટકાવીને પથ્થરમારો કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે નાકાબંધી કરીને તપાસ ચાલુ કરી છે. આ સાથે નાસી ગયેલા બે વ્યક્તિઓને પકડવા તજવીજ કરી છે. હાલ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો છે. રૂ.27 લાખની લૂંટમાં હાલ અનેક પાસા પર આશંકા વ્યક્ત થઈ રહી છે.

માથકિયા ઇસુબભાઈ રહીમભાઈ નામનો યુવાન વાંકાનેરના ચંદ્રનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. બાઇક પર આવેલા બે વ્યક્તિ એ લૂંટ ચલાવી હતી. બે શખ્સોએ યુવાનને રોકી ઘટનાને અંજામ આપ્યો છે. પથ્થરમારાને કારણે યુવાનને ઇજા થઇ હતી. યુવાન એક કારખાનું ધરાવે છે. કાર રોકીને યુવાનને નીચે ઉતારી છરી બતાવીને માર મારવામાં આવ્યો હતો. બે થેલામાં પડેલા રૂ.27 લાખની રકમ લઈને લૂંટારા નાસી ગયા હતા. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવા પગલાં લીધા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW