HomeGujaratSaurashtra Kutchhહળવદ તાલુકામાં ત્રીજા યુવકને રસી ન મળી પ્રમાણપત્ર મળી ગયું

હળવદ તાલુકામાં ત્રીજા યુવકને રસી ન મળી પ્રમાણપત્ર મળી ગયું

હળવદ તાલુકામાં આરોગ્ય કેન્દ્રના છબરડા સામે આવી રહ્યા છે. તાજેતરમાં માથક ગામના એક યુવકનેનીચી માંડલના આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સીનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો સાથે તેનું ઓનલાઈન સર્ટીફીકેટ પણ બની ગયું હતું આ ઉપરાંત હળવદના મયુરનગર પીએચસીમાં પણ એક યુવકે વેકસીન ન લીધી હોવા છતાં સર્ટી મળ્યાનો મેસેજ આવ્યો હતો. ત્યાં ફરી એક આવી ઘટનામાં સામે આવી છે આ વખતે હળવદના ખેતરડી ગામના કટોણા પ્રવીણભાઈ બહાદૂરભાઈ નામના યુવકનર શિવપુર પીએચસી સેન્ટરમાં રસીનો બીજો ડોઝ મળી ગયાનો મેસેજ આવ્યો હતો જે ચેક કરતા તેના જ નામનું કોવિડ વેકસીનનું સર્ટિફિકેટ પણ મળી ગયુ હતું.

જોકે યુવાને તેનો બીજો ડોઝ લેવાનો પણ બાકી હતો આમ જે રીતે ખોટા મેસેજ અને સર્ટીફીકેટ બની રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરાવવી જરૂરી છે. છાશવારે બનતી ઘટનાઓથી એવી પણ શંકા ઉપજે છે કેશું આરોગ્ય વિભાગ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા આ રીતે ખોટા નામ નમ્બર મુકે છે કે પછી કોઈ અન્યના આધારકાર્ડનો અન્ય કોઈ વ્યક્તિ ખોટો ઉપયોગ તો નથી કરતુંને આ બાબતે તંત્ર તપાસ કરે તેવી પણ માંગ ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW