વોશિંગ્ટન, સોમવાર
ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ એલન મસ્ક સમાચારમાં ચમકતા રહે છે. આ વખતે પોતાના ટેક્સની ચુકવણીને લઈને તેઓ ચર્ચામાં છે. 20 ડિસેમ્બરે મસ્કે એક ટ્વિટ કરીને લખ્યું હતું કે આ વર્ષે તેઓ 11 અબજ ડોલર (85 હજાર કરોડ રૂપિયા) ટેક્સની ચુકવણી કરશે.
જો મસ્ક આટલી ચુકવણી કરશે, તો આ ટેક્સ એમાઉન્ટ યુએસ ઈન્ટરનેશનલ રેવન્યૂ સર્વિસમાં રેકોર્ડ પેમેન્ટ હશે. આટલા ટેક્સની ચુકવણી હજી સુધી કોઈપણ અમેરિકને કરી નથી. મસ્કે પણ આ વર્ષે ડિસેમ્બરમાં કહ્યુ હતુ કે તેઓ જેટલા ટેક્સની ચુકવણી કરશે, તેટલો હાલ અમેરિકાના ઈતિહાસમાં કોઈએ પણ આપ્યો નથી. મહત્વપૂર્ણ છે કે મસ્કને આ મહિને દુનિયાના સૌથી વધુ પ્રતિષ્ઠિત મેગેઝીન ટાઈમમાં પર્સન ઓફ ધ ઈયર ગણાવાયા છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, એલન મસ્કે 10 અબજ ડોલરથી વધુનું ટેક્સ પેમેન્ટ કરવું પડશે. આ કારણ છે કે મસ્ક ટેસ્લાના શેર વેચી રહ્યા છે. કંપનીના શેર વેચવાનો નિર્ણય પણ તેમણે ટ્વિટર પોલ દ્વારા લીધો હતો. ત્યારે તેમને સવાલ પુછવામાં આવ્યો હતો કે શું તેમણે ટેક્સની ચુકવણી માટે ટેસ્લાના શેર વેચવા જોઈએ. પોલના જવાબમાં મહત્તમ લોકોએ હામાં જવાબ આપ્યો હતો. ઈલેટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાનું કદ કેટલું મોટું છે, તેનો અંદાજ એ વાત પરથી લાગી શકે છે કે ટેસ્લાની માર્કેટ કેપ 3 ટ્રિલયન ડોલરની નજીક પહોંચી ગઈ છે.

