HomeGujaratભરતસિંહના અમેરિકા સ્થિત તેમના ધર્મપત્ની રેશ્મા સોલંકીએ પત્ર લખીને ખળભળાટ મચાવ્યો

ભરતસિંહના અમેરિકા સ્થિત તેમના ધર્મપત્ની રેશ્મા સોલંકીએ પત્ર લખીને ખળભળાટ મચાવ્યો

ગાંધીનગર,સોમવાર

  ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. ભરતસિંહના અમેરિકા સ્થિત તેમના ધર્મપત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ખળભળાટ મચાવ્યો છે.અમેરિકા માં રહેતા પત્ની રેશ્મા સોલંકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગતા હોવાનો આરોપ લગાવતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે.

  હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. તેઓ પીએમ મોદી સાથે મળેલા છે. ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. આ મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવી છે. આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે.

  મારા પતિની મોટાભાગની એનર્જી આ મહિલાઓ સાથે કામ કરવામાં જ ખર્ચાઈ જાય છે. મે તેમને અનેક વાર સમજાવ્યા હોવા છતાં તેઓ સમજતા નથી. 24 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરૂધ્ધ મારા તેમની સાથે લગ્ન થયા હતા. પરંતુ મને પત્ની તરીકેનો કોઇ અધિકાર ન આપ્યો અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. મારા દિયર અમિત ચાવડા બધુ જાણતા હોવા છતાં રાજકીય કારકિર્દી બનાવવા મુક સંમતિ આપે છે. જે ઘરની મહિલાઓને ન્યાય ન અપાવી શકતા હોય એ રાજ્યની મહિલાઓને શું ન્યાય અપાવશે? મારા સસરા માધવસિંહ સોલંકી પણ ભરતસિંહ સોલંકીથી નારાજ હતા. રાજકારણમાં ભરતસિંહનુ સ્થાન માત્ર માધવસિંહના કારણે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે. ભરતસિંહ માટે કોંગ્રેસ માત્ર વ્યવસાય અને ગુનાઓ ઢાંકવાનું માધ્યમ છે. આમ, રાજકીય નેતા પર તેમની પત્નીને ગંભીરમાં ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઉપરાંત પર મહિલાએ દિગ્ગજ નેતા અને તેના પરિવાર પર આક્ષેપો લગાવ્યા છે. મહિલા કેવી પીડામાંથી તેમના પરિવારમાંથી નીકળી તેનું કથિત વર્ણન કર્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW