HomeGujarat'પુષ્પા'ફિલ્મનું 2 દિવસમાં ક્લેક્શન કરોડોને પાર, ભારતમાંથી કેટલી કમાણી?

‘પુષ્પા’ફિલ્મનું 2 દિવસમાં ક્લેક્શન કરોડોને પાર, ભારતમાંથી કેટલી કમાણી?

વર્ષ 2021 સાઉથની ફિલ્મો માટે સુપરહિટ પુરવાર થયું છે. સાઉથની ઘણી બધી ફિલ્મોએ ઈન્ડિય ઓડિયન્સ જ નહીં પણ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં જ બિગ બજેટની ફિલ્મ ‘RRR’ રીલિઝ થાય એ પહેલા જ ટ્રેલર થકી ધૂમ મચાવી રહી છે. એ પછી બોક્સ ઓફિસ પર સાઉથની વધુ એક ફિલ્મે મોટું ક્લેક્શન કર્યું છે. આ ફિલ્મનું નામ છે ‘પુષ્પા’. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 2 દિવસમાં રૂ. 100 કરોડથી વધારેનું ક્લેક્શન કર્યું છે. એક્ચુઅલ ક્લેક્શન રૂ.100થી પણ વધારે હોવાનું મનાય રહ્યું છે.

આ ફિલ્મનું ક્લેક્શન જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. સિનેમાઘરમાં રીલિઝ થયેલી અન્ય ફિલ્મની તુલનામાં આ ફિલ્મની સફળતા ઘણી મોટી છે. જેના કારણે અન્ય ફિલ્મોએ પણ આર્થિક રીતે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. ‘પુષ્પા’ ફિલ્મની બીજા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર ફિલ્મના બે દિવસ રીલિઝ બાદ દુનિયાભરમાંથી રૂ.100 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ તા.17 ડીસેમ્બરના રોજ શુક્રવારે રીલિઝ થઈ હતી. મુવીના પર્ફોમન્સને એક રીતે સરપ્રાઈઝ માનવામાં આવે છે. USA બોક્સ ઓફિસ પર ફિલ્મે 1.30 મિલિયન ડૉલરની કમાણી કરી છે. ભારતીય કરંસીમાં ફેરવતા આ રકમ રૂ.10 કરોડ સુધી પહોંચે છે. તરણ આદર્શના રીપોર્ટ અનુસાર ‘પુષ્પા’ ફિલ્મે પહેલા જ દિવસે રૂ.3 કરોડની કમાણી કરી લીધી હતી. બીજા દિવસે આ કમાણી રૂ.4 કરોડ સુધી પહોંચી હતી. આ હિસાબથી ફિલ્મના હિન્દી વર્ઝને 2 દિવસમાં રૂ.7 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ સારી એવી કમાણ કરી રહી છે.

થોડા સમય પહેલા જ હોલિવૂડની ફિલ્મ સ્પાઈડરમેન રીલિઝ થઈ છે. જેને ભારતીય દર્શકો વખાણી રહ્યા છે. આ પણ સુપરહિરોને હાઈલાઈટ્સ કરતી ફિલ્મ સૌથી વધારે ભારતમાં જોવાતી હોવાનું મનાય છે. ‘સ્પાઈડર મેન’ અને ‘પુષ્પા’ વચ્ચે સ્પર્ધા થતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગના ચાહકો જ નહીં દરેક લોકો વખાણ કરી રહ્યા છે. આ સાથે રશ્મિકા મંદાનાનું પાત્ર પણ જોરદાર છે. હવે જોવાનું એ છે કે, ‘RRR’ રીલિઝ થશે તો એ કેટલું ક્લેશન કરશે. કદાચ આ રેકોર્ડ તોડે એવી શક્યતાઓ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW