HomeGujaratપરિવારના સભ્યો બહાર હોય ચોરીના ઇરાદે વૃધ્ધની હત્યા થયાનો ધડાકો

પરિવારના સભ્યો બહાર હોય ચોરીના ઇરાદે વૃધ્ધની હત્યા થયાનો ધડાકો

મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા 75 વર્ષના દિનેશભાઈ અમૃતલાલ મહેતાના પત્ની પુત્ર અને પુત્રીઓ ગોવામાં લગ્ન પ્રસંગે ગયા હતા જ્યારે અમૃતભાઈ એકલા હતા રાત્રીના સમયે સમયે તેઓ સુતા હતા તે દરમિયયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી તેમની ગળું દબાવી તેમજ માથાના ભગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવી ફરાર થઈ ગયું હતું. બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ જે એમ આલ તેમજ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ઘટના બાદ મૃતદેહને પ્રથમ મોરબી સીવીલમાં પીએમ અને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં હત્યાની જાણ થતાં પોલીસ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી તપાસ દરમિયાન તેમની સોસાયટીમાં જ રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘા મુળજીભાઈ કણઝારીયાનું નામ સામે આવ્યું હતું આ શખ્સે વૃદ્ધ એકલા ઘરે હોવાની જાણ થતાં ઘરમાં ચોરીના ઇરાદે ધરમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે ઘરમાં દાગીના કે મોટી રોકડ ન હતી .આરોપી ને ચોરી કરતા વૃદ્ધ જોઈ જતા આ શખ્સે માથામાં કોઈ બોથડ પદાર્થના ઘા માર્યા હતા.હાથમાં પગમાં તેમજ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકની દીકરી નિમિષાબેન વિરલભાઈ શાહ ની ફરિયાદ નોંધી વધુતપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW