HomeGujaratયુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારને બક્ષવામાં નહિ આવે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારને બક્ષવામાં નહિ આવે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર, શુક્રવાર

   ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે પેપર લીક મામલે કોઈપણ ને બક્ષવામાં નહીં આવે. અત્યાર સુધી પેપર લીક કરવામાં જવાબદાર લોકોને ક્યારે નહીં થઈ હોય તેવી કડકમાં કડક સજા કરવામાં આવશે. હેડ ક્લાર્ક પેપર લીક બાબતે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સંવેદના સાથે પારદર્શિતા ભરી તપાસના આદેશ આપી દીધા છે.

   ગત 12 ડિસેમ્બરના રોજ યોજાયેલ હેડ ક્લાર્ક ની પરીક્ષા માં 88 હજાર લોકોએ પરીક્ષા આપી હતી પરંતુ આ પેપર લીક થયા ની બાબત બહાર આવતા મહેનતુ લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યાં છે. આ બાબતે રાજ્ય સરકાર પણ સક્રિય થઇ પેપર લીકમાં સામેલ કોઈને પણ બક્ષવામાં નહીં આવી તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. પેપર લીક બાબતે અત્યાર સુધી પ્રાંતિજ પોલીસ મથકથી 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 6 લોકોની હાલના સમયમાં ધરપકડ કરવામાં આવી છે. હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં સામેલ શકમંદ લોકોને છટકવાની એક પણ તક આપવામાં નહિ આવે. પેપર લીક ઘટનાને લઇ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સંવેદના પૂર્ણ અને પારદર્શિતા ભર્યા તપાસના આદેશ આપ્યા છે. આ ગુનાની પ્રાથમિક તપાસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા

   પ્રશ્નપત્ર લીક કરી અલગ-અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા બાબતની ઘટના સામે આવેલ છે. તે તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ દ્વારા કરવામાંઆવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW