અમદાવાદ, ગુરુવાર
હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા એક્શન મોડમા જોવા મળી છે. બી યુ પરવાનગી વગર ચાલતા 128 રહેણાક અને કોર્મિશિલય મિલકત સીલ કરી છે. તેમજ ગેરકાયદેસર રહેલા 10હજાર 595 ચો ફુટ બાંધકામનો દુર કર્યા છે. એએમસી દ્વારા રહેણાક મકાન પર આટલા મોટી સંખ્યામાં તવાઇ બોલાવી હોય તે પ્રથમ ઘટના છે.
અમદાવાદ મહાનગર પાલિક હદ વિસ્તારમાં આવેલ, બી.યુ.પરવાનગી સિવાય વપરાશ થતો હોય તેવા બિલ્ડીગોનો બિનઅધિકૃત ઉપયોગ બંધ કરાવવા વખતો વખત નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ પણ કરવામાં આવેલ છે. આ અનુસંધાને આ પ્રકારના બાંધકામો મકાનોનો ઉપયોગ બંધ કરાવવા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત પરવાનગી સિવાય કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામોનો અમલ કરી ડિમોલીશનની કામગીરી પણ કરવામાં આવેલ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ અને મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન – પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા ગોમતીપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં .11 ( બાપુનગર ) ના ફાયનલ પ્લોટ નં 31 માં આવેલ લાલ મીલ પાસે આવેલ જુની ગંજી ફરાક એસ્ટેટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન પરવાનગીએ કરેલ આશરે 1500ચો.ફુટ બાંધકામ પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, 03 – નંગ ગેસ કટર મશીન તથા ગોમતીપુર પોલીસ સ્ટેશનની મદદ મેળવી દૂર કરેલ છે તથા વહીવટી ચાર્જ પેટે રૂા 35,000 વસુલ લીધેલ છે. આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ / મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન – પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ / બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે..

