HomeGujaratમોરબીમાં PGVCLના પ્રશ્નો અંગે કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશે સમીક્ષા બેઠક

મોરબીમાં PGVCLના પ્રશ્નો અંગે કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાશે સમીક્ષા બેઠક

મોરબી વિસ્તારના પીજીવીસીએલને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠક તા. 14-08-2025, ગુરુવારના રોજ સાંજે 4:00 કલાકે મોરબી-2 પીજીવીસીએલ કચેરી ખાતે યોજાશે. બેઠકમાં મંત્રી ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

મોરબી વિસ્તારના ઉદ્યોગકારો અને પ્રજાજનોને પીજીવીસીએલ સંબંધિત કોઈ પ્રશ્નો કે રજૂઆતો હોય તો તેઓ તા. 12-08-2025ના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાની મોરબી સ્થિત ઉમા ટાઉનશીપ કચેરી ખાતે બે નકલમાં રજૂઆત પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW