HomeGujaratમોરબીમાં સુપર કેરીમાંથી 1,092 દારૂની બોટલો ઝડપાઈ, રૂ. 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં સુપર કેરીમાંથી 1,092 દારૂની બોટલો ઝડપાઈ, રૂ. 11.21 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી ક્રાઇમ બ્રાંચે જુનાઘુંટુ રોડ પર આવેલા સિલ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી મારુતિ સુપર કેરી માલવાહક વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂ. 11,21,292નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, GJ-36-V-5715 નંબરની મારુતિ સુપર કેરી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે અને વાહન ચાલક જુનાઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક વિસ્તારમાં કોઈને દારૂ પહોંચાડવાની તૈયારીમાં છે.

બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોઈ વાહન ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાહનની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની 750 મિલીલીટરની કંપની સીલ પેક વિદેશી દારૂની કુલ 1,092 બોટલો મળી આવી હતી.

ઝડપાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 8,21,292 હોવાનું પોલીસે જણાવ્યું છે. દારૂ ભરેલી માલવાહક ગાડી સહિત કુલ રૂ. 11,21,292નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે ફરાર વાહન ચાલક સામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા સહિત વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW