HomeGujaratવાંકાનેરમાં ગેરકાયદે ખનીજ વહન કરતું ₹30 લાખનું ડમ્પર ઝડપાયું

વાંકાનેરમાં ગેરકાયદે ખનીજ વહન કરતું ₹30 લાખનું ડમ્પર ઝડપાયું

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે કાર્યવાહી હાથ ધરી એક ડમ્પર કબ્જે કરવામાં આવ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં એક ડમ્પર નજરે પડ્યું હતું.

પોલીસે ડમ્પર નંબર GJ-13-AW-6570 ને રોકી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાં ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ડમ્પર સહિત અંદાજિત રૂ. 30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW