મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે. શુક્રવારે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 40 ફોર્મ ભરાયા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 48 ફોર્મ જમા થયા છે.
નગરપાલિકાઓની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા માટે 13, ટંકારા નગરપાલિકા માટે 19 અને માળીયા મીયાણા નગરપાલિકા માટે 46 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. મોરબી મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ 75 ફોર્મ ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતોમાં મોરબી તાલુકા પંચાયત માટે 18, માળીયા મીયાણા માટે 15, વાંકાનેર માટે 50, ટંકારા માટે 14 અને હળવદ માટે 16 ફોર્મ શુક્રવારે ભરાયા હતા. અત્યાર સુધીના આંકડા મુજબ મોરબી તાલુકા પંચાયતમાં 27, માળીયા મીયાણા તાલુકા પંચાયતમાં 15, વાંકાનેર તાલુકા પંચાયતમાં 57, ટંકારા તાલુકા પંચાયતમાં 19 અને હળવદ તાલુકા પંચાયતમાં 19 ફોર્મ જમા થયા છે.
આ રીતે પાંચ તાલુકા પંચાયતોની કુલ 98 બેઠકો સામે અત્યાર સુધીમાં 137 ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, જેને કારણે ચૂંટણીમાં રસપ્રદ સ્પર્ધા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

