સ્થાનિક રાજયની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી સોમવારથી શરુ થઈ હતી પ્રથમ બે દિવસ સુધી અલગ અલગ પાલિકા મહાપાલિકા તેમજ પંચાયતો માટે ફોર્મ ઉપાડની કામગીરી ચાલતી હતી, પરંતુ એક પણ સંસ્થા માટે ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત થયા ન હતા. જોકે બુધવાર થી વિવિધ સ્થાનિક સ્વરાજય સંસ્થા માટે ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ 8માં 2 ફોર્મ, વોર્ડ 2માં4 ફોર્મ તેમજ વોર્ડ 4માં એક ઉમેદવારનું ફોર્મ ભરાયું છે, તો બે ફોર્મ વાંકાનેર તાલુકા પંચાયતની બે સીટ માટે ફોર્મ જમા થયા છે. જોકે હજુ પણ ભારતીય જનતા પાર્ટી નામ ઉમેદવારના નામ જાહેર થવાના સસ્પેન્સ યથાવત રહેતા બીજા પક્ષના મજબુત ઉમેદવારો ફોર્મ ભરવામાં વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ બની છે.

