HomeGujaratમોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની આવકમાં ₹૨૦.૪૦ કરોડનો વધારો

મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની આવકમાં ₹૨૦.૪૦ કરોડનો વધારો

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે મહેસૂલ વસૂલાતના તમામ પાછલા રેકોર્ડ તોડી નાખ્યા છે. જિલ્લાની કુલ ખનીજ આવક ₹૫૨.૬૧ કરોડ સુધી પહોંચી છે, જે અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ₹૩૨.૨૧ કરોડ હતી. આમ, એક જ વર્ષમાં ₹૨૦.૪૦ કરોડનો વધારો થયો છે, જે ૬૩ ટકાથી વધુનો જંગી ઉછાળો છે. આ વધારો જિલ્લામાં ચાલી રહેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વહીવટી સુધારાઓનું સીધું પરિણામ છે.આ રેકોર્ડ આવક જિલ્લાના વિકાસ અને ઔદ્યોગિક વિસ્તારને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી આશા સેવાઈ રહી છે

ખનીજવાર વધારાના મુખ્ય આંકડા:

  • બ્લેકટ્રેપ: ₹૧૪.૬૭ કરોડથી વધીને ₹૨૫.૪૧ કરોડ
  • સેન્ડસ્ટોન: ₹૮.૩૦ કરોડથી વધીને ₹૧૨.૦૮ કરોડ

બાંધકામ ક્ષેત્રમાં વપરાતા આ ખનીજોની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

પર્યાવરણ માટે સારા સમાચાર:

નદીની રેતીના વિકલ્પ તરીકે મેન્યુફેક્ચરિંગ સેન્ડના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની આવક ગત વર્ષે ₹૧.૩૧ કરોડ હતી, જે આ વર્ષે ₹૫.૨૯ કરોડ થઈ છે. આમાં ૩૦૨.૬ ટકાનો આકર્ષક વધારો નોંધાયો છે.

સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઇના ક્લેની રોયલ્ટીમાં પણ ૪૦૦ ટકાથી વધુનો વધારો થયો છે. તે ₹૧૭.૬૩ લાખથી વધીને ₹૮૯.૬૯ લાખ થઈ છે.

જોકે, સામાન્ય માટીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. તે ₹૫૧.૫૪ લાખથી ઘટીને ₹૨૨.૩૬ લાખ થઈ છે.

.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW