HomeGujaratમોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ. 24,000ની રોકડ જપ્ત

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ. 24,000ની રોકડ જપ્ત

મોરબી શહેરની એ-ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નવા બસસ્ટેન્ડ સામે જાહેર સ્થળે ચલણી નોટના નંબર ઉપર જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસ ટીમે સ્થળ પરથી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં મુકેશભાઈ આશુભાઈ કારીયા, બાબુભાઈ રાજાભાઈ કંજારીયા, રહિમભાઈ કાસમભાઈ સુમરા, સુરેશભાઈ વાલજીભાઈ કણજારીયા અને અલ્તાફભાઈ કાસમભાઈ જુણાચનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 24,000ની રોકડ રકમ મુદામાલ તરીકે કબ્જે લીધી હતી.

આ મામલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW