HomeGujaratમોરબીના લુંટાવદર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 શખ્સો રૂ....

મોરબીના લુંટાવદર ગામે મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: 6 શખ્સો રૂ. 1.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલાના લુંટાવદર સ્થિત ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પોલીસે કેટલાક લોકો તીનપત્તી રમતા ઝડપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલા (લુંટાવદર), જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા (લુંટાવદર), હરેશભાઈ રાઘવજીભાઈ સિણોજીયા (યાયાવદરડા, માળીયા), નરેન્દ્રભાઈ કરશનભાઈ ફુલતરીયા (ઉમા રેસીડેન્સી, મોરબી), દિનેશભાઈ છગનભાઈ ઝાલરીયા (લુંટાવદર) અને મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા (યદુનંદન-03, કેનાલ રોડ, મોરબી)નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 96,920 અને 12 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,77,420નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW