HomeGujaratહળવદના દિઘડીયા રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, અન્ય...

હળવદના દિઘડીયા રોડ પર બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ કાંજીયાએ GJ-03-FH-9460 નંબરના બાઈકના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા ભલગામડા–દિઘડીયા રોડ પર આરોપી બાઈક ચાલક વધુ ઝડપે બાઈક હંકારી આવી ફરિયાદી બાબુભાઈના GJ-06-CQ-9249 નંબરના બાઈક સાથે જોરદાર અથડામણ સર્જી હતી. અકસ્માતમાં બાબુભાઈને માથાના ભાગે ગંભીર તેમજ જમણા હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનામાં બાબુભાઈના નાનાભાઈ ખોડાભાઈને પગમાં ગંભીર ઇજા ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW