HomeGujaratમોરબી મનપા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભાશય મુખ કેન્સર સામે...

મોરબી મનપા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભાશય મુખ કેન્સર સામે રક્ષણ માટે HPV વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ

દેશના વડાપ્રધાનના હસ્તે તા. 28 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપતી HPV વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેના અનુસંધાનમાં મોરબી મહાનગરપાલિકા સંચાલિત તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં HPV વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ વેક્સિન હાલ 14 વર્ષ પૂર્ણ કરી 15મા વર્ષમાં પ્રવેશ કરેલ કિશોરીઓ માટે આપવામાં આવી રહી છે. વેક્સિન લેવા આવતી કિશોરીએ જન્મતારીખ દર્શાવતું ઓળખપત્ર તથા માતા-પિતા અથવા વાલીનું સંમતિપત્ર સાથે લાવવું જરૂરી રહેશે.

શહેરના નીચે દર્શાવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન HPV વેક્સિન આપવામાં આવશે:

ક્રમ આરોગ્ય કેન્દ્રનું નામ સરનામું
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગોકુલનગર શનાળા બાયપાસ નજીક, ગોકુલનગર
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વીસીપરા ફૂલછાબ કોલોની, વીસીપરા
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સો ઓરડી જિલ્લા પંચાયત સામે, સો ઓરડી
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – વાવડી રોડ આશાપુરા પાર્ક, વાવડી રોડ

આરોગ્ય વિભાગ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા મેળવવા માટે તમામ પાત્ર કિશોરીઓને આ વેક્સિન અવશ્ય લેવાં તેમજ વેક્સિન અંગે ફેલાતી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW