HomeGujaratરાજ્યના 254 પ્રમોટેડ P.I.ની અંતે પોસ્ટીંગ, મોરબી જિલ્લામાંથી 4 પીઆઈ ની વિદાય...

રાજ્યના 254 પ્રમોટેડ P.I.ની અંતે પોસ્ટીંગ, મોરબી જિલ્લામાંથી 4 પીઆઈ ની વિદાય એક મુકાયા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 13 મહિના  પહેલા સીનીયર પોલસ સબ ઇન્સ્પેકટરને બઢતી આપી હતી જોકે તેની બદલી કે પોસ્ટીંગના બદલે જે તે જિલ્લામાં હયાત સ્થળે ફરજ સોપવામાં આવી હતી હવે  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના આ પ્રમોટેડ 254 પોલીસ ઇન્સ્પેકટરની સામુહિક બદલી અને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે રાજ્યના વિવિધ પોલીસ મથકમાં 650થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરના એક જિલ્લામાં પોસ્ટીંગના ત્રણ વર્ષ કરતા વધારે સમય થતા હવે તેમની બદલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

દિન પ્રતિદિન વધી રહેલી સાયબર ક્રાઈમ માટે બનાવવામાં આવેલ સાયબર ઓફ  એકસેલન્સમાં 17 પી આઈની નિમણૂક કરવામાં આવી  છે આ ઉપરાંત 40 થી વધુ પોલીસ ઇન્સ્પેકટરને સી આઈડી ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે

મોરબી જિલ્લાની વાત  કરીએ તો આ બદલીમાં ફરજ બજાવતા 4 પી આઈ વિજય એન પરમાર સી આઈડી ક્રાઈમ,પુષ્પાબેન સોનારાને સી આઈડી ક્રાઈમમાં મુકવામાં આવ્યા છે તો નારણ ભાઈ એમ ગઢવી ને સાયબર સેન્ટર ઓફ એકસેલન્સ  જયારે ધર્મિષ્ઠા વી કાનાણી ને વલસાડ જિલ્લામાં મુકવામાં આવ્યા છે.જયારે જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા ને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW