HomeGujaratમાળીયામાં પાવરગ્રીડ લાઇનમાંથી ચોરી કરનાર બે શખ્સો રૂ.13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

માળીયામાં પાવરગ્રીડ લાઇનમાંથી ચોરી કરનાર બે શખ્સો રૂ.13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળી હતી કે, પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કરનાર શખ્સો અંજીયાસર ગામ નજીક ગાંડીવ કારખાના તરફ વાહન સાથે આવ્યા છે.

બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ઇન્ટ્રા પીકઅપમાં વાયર ભરેલ શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે તેમને કડક પૂછપરછ કરતાં તેઓએ પાવરગ્રીડ લાઇનમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પકડાયેલા આરોપીઓમાં અનીસભાઈ સલેમામદભાઈ મોખા (રહે. ભૂતેશ્વર ફળિયું, ભુજ) અને મુસ્તાકભાઈ હાજીભાઈ મેર (રહે. લોરિયા ગામ, ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસે બંનેને અંદાજે રૂ. 13.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW