HomeGujaratવાંકાનેરના દિઘલિયા ગામમાં ઝઘડો શાંત કરાવવા ગયેલા વ્યક્તિ પર છરી વડે હુમલો

વાંકાનેરના દિઘલિયા ગામમાં ઝઘડો શાંત કરાવવા ગયેલા વ્યક્તિ પર છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામ ખાતે રહેતા રૂકમુદીનભાઈ હુસેનભાઈ શેરસિયાએ તન્વીરભાઇ ગફારભાઇ ખલીફા નામના એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ, ફરિયાદીના ભત્રીજા સાથે આરોપી તન્વીરભાઈ ગફરભાઈ ખલીફા ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન રૂકમુદીનભાઈ મામલો શાંત કરવા વચ્ચે પડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાળો આપી છરી વડે હુમલો કરી ફરિયાદીના છાતી અને ખભાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,250SubscribersSubscribe

TRENDING NOW