HomeGujaratમચ્છરજન્ય રોગચાળા વકરતો નાથવા મનપાની મેલેરિયા શાખા એ ફોગિંગ અને દવા...

મચ્છરજન્ય રોગચાળા વકરતો નાથવા મનપાની મેલેરિયા શાખા એ ફોગિંગ અને દવા છંટકાવ કર્યો

મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તેવા હેતુથી મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોગ અટકાયત અને મચ્છર નિયંત્રણ માટે પાલિકાની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

 

મેલેરીયા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેમાં અનંતનગર, શક્તિનગર, ગાંધી સોસાયટી, ઘાંચી શેરી, અંબિકા રોડ, રાધા પાર્ક અને વાઘપરા જેવા વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન:

પાણી ભરેલા પાત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

મચ્છરોના પોરા (Larva) ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ (Abate) કામગીરી કરવામાં આવી.

એવન્યુ પાર્ક, દાઉદીપ્લોટ અને કબીરટેકરી પાસેના વોકળાઓમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું.

 

શાકમાર્કેટ, સ્ટેશન રોડ, માધાપર અને ખત્રીવાડ સહિતની ગટરોમાં પણ મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરી સ્વચ્છતા જાળવવા પ્રયાસો કરાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW