HomeGujaratજગાબાપાની 13 મી પુણ્યતિથિએ જગદીશશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન

જગાબાપાની 13 મી પુણ્યતિથિએ જગદીશશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આવેલા પ્રસિદ્ધ જગા બાપા ની જગ્યા તરીકે પ્રસિધ્ધ જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ 22 માર્ચના રોજ સિધ્ધ યોગી જગા બાપાની 13 મી પુણ્યતિથિ નિમિત્તે જગદીશશ્વર  મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર ઉદાસી આશ્રમ યજ્ઞ મૂર્તિ પૂજન મહાપ્રસાદ શોભાયાત્રા અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જગાબાપાની પુણ્યતિથિ નિમિત્તે થનારા કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો 22 મી એ સવારે 7:30 કલાકે યજ્ઞ પ્રારંભ,10:15 કલાકે મૂર્તિ પૂજન, બપોરે 1:15 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ,બપોર 1:30 વાગ્યે મહા પ્રસાદ,સાંજે 4 વાગ્યે શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રાત્રે 10:30 કલાકે સંતવાણી યોજાશે.

રાત્રે યોજાનારા સંતવાણી કાર્યકમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, ભજનિક ફરીદા મીર, જયમંત દવે, શિવરાજ ગઢવી ઉપરાંત ઉદય ધાંધલ જીગ્નેશ બારોટ મેરુ રબારી, ઋષભ આહિર હાસ્ય કલાકાર હકાભા ગઢવી ગમન સંથલ, વિજય સુવાળા સહિતના કલાકારો ભજન અને લોક સાહિત્ય રમઝટ બોલશે. ધર્મ પ્રેમી જનતાને જગાબાપાની પુણ્ય તિથિએ યોજાનારા આ કાર્યકમમાં જોડાવવા સીતારામ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW