HomeGujaratમોરબીના રાજપર ચોકડી પર રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે સ્થાનિકોએ...

મોરબીના રાજપર ચોકડી પર રસ્તા પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

મોરબીના સનાળા ગામ નજીક આવેલી રાજપર ચોકડી વારંવાર સ્પીડ બ્રેકરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક ઓવર્સ હાઈટના પંપ ના કારણે અકસ્માતો કે ટ્રાફિક જામ થવા તો ક્યારેક તંત્ર દ્વારા અચાનક રાતો-રાત સ્પીડ બ્રેકર દૂર કરી દેવા તો ત્યારે પોલીસ દ્વારા નાની હાઈટના બમ્પ લગાવ્યા હોવાના દાવાઓ વચ્ચે આજે કેટલાક લોકો રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માત થતા હોવાના દાવા સાથે રોડ બ્લોક કરી નાખ્યો હતો. 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા આ રોડ પર સ્થાનિકો દ્વારા કલાકો સુધી રોડ બ્લોક કરી દેવાતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકની માંગણી તાત્કાલિક અહીં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે જેથી અકસ્માત થતા અટકે તેવી હતી. કલાકો સુધી રોડ ચક્કાજામ થયા બાદ મોરબી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. લાંબા સમય સુધી લોકો રસ્તો શરૂ કરવા માટે ટસના મસ થયા ન હતા. પોલીસ દ્વારા કડક શબ્દોમાં સમજાવવા કરવામાં આવ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો અને રસ્તો ખુલ્લો કર્યો હતો. જોકે લાંબા સમય સુધી વાહનોના થપ્પા લાગેલા હોવાના કારણે વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ કરવામાં પોલીસને પણ પસીનો છૂટી ગયો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW