HomeGujaratઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કરાયો હવે 27 માર્ચ...

ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની મુદતમાં વધારો કરાયો હવે 27 માર્ચ સુધી નોધણી થશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા આશય સાથે ‘રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭’ અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો લઈ શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન નોંધણીની અંતિમ તારીખમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ આ નોંધણી પ્રક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થવાની હતી, પરંતુ ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને હવે આ મુદત લંબાવીને તા. ૨૭/૦૩/૨૦૨૬ કરવામાં આવી છે. ઈચ્છુક ખેડૂત ખાતેદારોએ પોતાના ગ્રામ્ય સ્તરે VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે નોંધણી કરાવવાની રહેશે.

ભાવ અને ખરીદી પ્રક્રિયા

  • લઘુત્તમ ટેકાનો ભાવ (MSP): રૂ. ૨૫૮૫/- પ્રતિ ક્વિન્ટલ (ભારત સરકાર દ્વારા નિર્ધારિત).

  • ખરીદી એજન્સી: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ.

  • પદ્ધતિ: પારદર્શિતા જાળવવા માટે નોંધણી અને ખરીદી બંને સમયે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે નીચે મુજબના અદ્યતન પુરાવા સાથે રાખવાના રહેશે:

  1. આધાર કાર્ડની નકલ.

  2. અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ.

  3. જો પાક વાવણીની એન્ટ્રી ન થઈ હોય, તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો.

  4. બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

ખાસ નોંધ: ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી તુરંત રદ કરવામાં આવશે. સફળ નોંધણી બાદ ખેડૂતોને ખરીદીની તારીખ અને સમય અંગેની જાણ SMS દ્વારા કરવામાં આવશે.

નોંધણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ટેકનિકલ સમસ્યા કે મૂંઝવણ જણાય તો ખેડૂતો નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે:

  • ૮૫૧૧૧ ૭૧૭૧૮

  • ૮૫૧૧૧ ૭૧૭૧૯

મોરબી જિલ્લા નાયબ મેનેજર (નાગરિક પુરવઠા નિગમ) દ્વારા તમામ લાયક ખેડૂતોને આ સમયમર્યાદાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW