HomeGujaratમાળિયાના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

માળિયાના મોટા દહીંસરા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે મળેલી બાતમીના આધારે મોટા દહીંસરા ગામે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ખોજાવાસવાળી શેરીના બોરડીવાસ વિસ્તારમાં પહોંચી તપાસ કરતા જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની હકીકત સામે આવી હતી.

આ દરમિયાન પોલીસે લક્ષમણગીરી ભીખુગીરી ગોસાઈ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા અને સામતભાઈ ભીખાભાઈ બાંભવા નામના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી રૂ. 10,500ની રોકડ રકમ મળી આવી હતી, જેને મુદામાલ તરીકે કબ્જે કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પોલીસે પાંચેય આરોપીઓ સામે જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW