ઘનશ્યામપુર ગામની સીમમાં ટ્રેક્ટર પાસે બાઈક સ્લીપ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં બાઈકની પાછળ સીટ માં બેઠેલા યુવકનું ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં કરુણ મોત નીપજ્યું છે. મૃતકની બાઈક ચાલક સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ, બાઈક ચાલક અજિત ધાણક અને રેશિલિયાભાઈ કલસિંહ ભીલ નામની વ્યક્તિ ગોલાસણ રોડ પર બાઇકમાં જતા હતા ત્યારે ઘનશ્યામ પૂર ગામની સીમમાં એક ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન બાઈક સ્લીપ થઈ ગયું હતું. બાઈક પર પાછળ બેઠેલા રેશલીયા ભીલ નીચે પટકાતા ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે આવી ગયા હતા.
આ બનાવમાં રેશલીયાભાઈ ભીલ નું મોત થયું હતું.આ મામલે મૃતકની પત્ની દિનાબેન ભીલે હળવદ પોલીસ મથકે બાઈક ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઈક (GJ-13-KK-8178) ના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી


