HomeGujaratહળવદમાં રહેણાંક મકાનમાંથી 238 બોટલ વિદેશી દારૂ જપ્ત, આરોપી ફરાર

હળવદમાં રહેણાંક મકાનમાંથી 238 બોટલ વિદેશી દારૂ જપ્ત, આરોપી ફરાર

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગ હોય તે દરમિયાન હળવદ શહેરના રાવલફળી વિસ્તારમાં રહેતા કિશનભાઈ ઉર્ફે કારિયો પ્રવિણભાઈ બાબરિયા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં વેચાણના હેતુથી વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક તે સ્થળે રેડ કરીને તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે કુલ નંગ 238 વિદેશી દારૂની બોટલ, અંદાજે રૂ. 23,800 કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળ્યો નહોતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW