HomeGujaratમોરબીમાં બંધ કારખાનામાંથી સીસીટીવી, ટીવી અને કોપર કેબલ સહિત રૂ. 2.05 લાખના...

મોરબીમાં બંધ કારખાનામાંથી સીસીટીવી, ટીવી અને કોપર કેબલ સહિત રૂ. 2.05 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ એક બંધ કારખાનામાં તસ્કરોએ ત્રાટકી અંદાજે બે લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ગાળા ગામની સીમમાં મધુસુદન પેપરમિલ પાછળ આવેલા બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામાં અજાણ્યા તસ્કરો ઘુસી આવ્યા હતા.

તસ્કરોએ કારખાનામાંથી સીસીટીવી એનવીઆર (આશરે રૂ. 10,000), સોની કંપનીનો ટીવી (રૂ. 20,000), બે સીસીટીવી કેમેરા (રૂ. 5,000) ઉપરાંત વીજપ્રવાહ માટે ઉપયોગમાં લેવાતી આઠ કોપર પ્લેટ (રૂ. 1,00,000) ચોરી કરી લીધી હતી. તેમજ પ્રેસ મશીન પાસે લગાવેલ આશરે 40 ફૂટ કોપર વીજકેબલ (રૂ. 40,000) અને ઇલેક્ટ્રિક પેનલથી કંટ્રોલર સુધી જોડાયેલ લગભગ 40 ફૂટ ઇન્ટરલોક કોપર કેબલ (રૂ. 30,000) પણ ચોરી કરી લઇ ગયા હતા. આ રીતે કુલ આશરે રૂ. 2,05,000ના મુદ્દામાલની ચોરી થતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW