HomeGujaratવાંકાનેર નજીક મિનરલ્સ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં 800 મીટર કેબલ વાયર સહિત રૂ.1.94...

વાંકાનેર નજીક મિનરલ્સ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં 800 મીટર કેબલ વાયર સહિત રૂ.1.94 લાખના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમની માલિકીની ભેરડા ગામની સીમમાં આવેલ ગુરુકૃપા મિનરલ્સ નામની ગળદા (બેલા પથ્થર)ની ફેક્ટરી ખાતે આવેલા લેબર ક્વાર્ટરમાં કોઈ અજાણ્યા ચોરોએ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

ચોરોએ ક્વાર્ટરમાં રાખેલ સામાનમાંથી આશરે 800 મીટર 06 એમ.એમ. પટ્ટી કેબલ વાયર (કિંમત અંદાજે રૂ. 1,86,400) તથા પાવર સપ્લાયના 8 સ્ટાર્ટર (કિંમત રૂ. 8,000) મળી કુલ અંદાજે રૂ. 1,94,400ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બલભદ્રસિંહ જાડેજાએ પોલીસમાં અરજી આપતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW