HomeGujaratમોરબીમાં ચાર અજાણ્યા શખ્સોએ યુવકને અપહરણ કરી મારમારી રૂ. 37 હજારની લૂંટ...

મોરબીમાં ચાર અજાણ્યા શખ્સોએ યુવકને અપહરણ કરી મારમારી રૂ. 37 હજારની લૂંટ ચલાવી ફરાર

ટંકારાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (ઉ.વ. 35)એ ચાર અજાણ્યા શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પ્રકાશભાઈ કોઈ કામસર રંગપર ગામ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં મજૂર માટે દેશી દારૂ લેવા માટે તેઓ ઉભા રહ્યા હતા ત્યારે એક્ટિવા મોટરસાયકલ પર આવેલા બે શખ્સો તેમજ CNG ઓટો રિક્ષામાં આવેલા અન્ય બે શખ્સો એમ કુલ ચાર વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા.

આ દરમિયાન “અહીં કેમ ઉભા છો?” કહી તેઓએ પ્રકાશભાઈ સાથે ઝઘડો શરૂ કરી મારામારી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને જબરદસ્તી CNG રિક્ષામાં બેસાડી અપહરણ કરી રેંજ સિરામીક કારખાના પાછળ લઈ ગયા હતા. ત્યાં લાકડાના ધોકા તથા કમરના પટ્ટાથી માર મારી શરીરે ઇજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે આરોપીઓએ ફરિયાદી પાસે રહેલ આશરે રૂ. 35,000 રોકડ તેમજ સેમસંગ કંપનીનો અંદાજે રૂ. 2,000 કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. 37,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW