HomeGujaratમોરબીમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

મોરબીમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વજેપર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જાહેરમાં નસીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે રફીકશા નથુશા શાહમદાર અને સાહીલભાઈ યુસુફભાઈ ભાણુ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને પાસેથી રૂ. 2,700ની રોકડ રકમ કબજે કરી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW