HomeGujaratહળવદના કોયબાગામના ખેતરમાં કેમિકલ યુક્ર પાણી છોડનાર કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીના સંચાલકો...

હળવદના કોયબાગામના ખેતરમાં કેમિકલ યુક્ર પાણી છોડનાર કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીના સંચાલકો સામે CID એ ફરિયાદ નોધાવી

હળવદ તાલુકાના કોયબા ગામમાં આવેલી કેમ્પ્રો ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાંથી  ગેર કાયદે કેમિકલ યુક્ત પાણી આસપાસના ખેતરમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદ સી આઈડી ક્રાઈમ ને મળી હતી જેના આધારે સી આઈડી પી એસ આઈ એ સી ઈશરાણી તેમજ તેમની ટીમ ગત તા 13 -09-2025 ની મોડી રાત્રે  ત્રાટકી હતી અને ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત ફેક્ટરીની આસપાસ વિસ્તાર ના ખેતરમાં તપાસ કરી હતી ખેતરમાં ભરેલું પાણી કેમીકલ હતું કે કેમ તે પ્રથમ દ્રષ્ટી નક્કી થાય તેમ ન હોવાથી સી આઈ ડીની ટીમે તેના સેમ્પલ લઇ એફ એસ એલમાં તપાસ અર્થે મોકલ્યા હતા આ તપાસમાં પાણીમાં હાઈડ્રોજન અને ક્લોરાઈડ નામના બે તત્વોની હાજરી મળી આવી હતી આ તત્વો હાઇડ્રો ક્લોરાઈડ નામના એસીડના ઘટકો હોવાનો એફ એસ એલ દ્વારા પ્રાથમિક રીપોર્ટ આપતા  આ ફેકટરીના સંચાલકો દ્વારા માણસ અને પશુઓના જીવ જોખમમાં મૂકી જાહેરમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યા હોવાનું સામે આવતા સી આઈ ડી પી એસ આઈ એ સી ઈશરાણી દ્વારા કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીના ભાગીદાર અલ્પેશ અંબારામભાઈ વશીયાણી,સંજય અમરશી પટેલ અને વિજય જસમત પટેલ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે અને આ ફરિયાદ આધારે સી આઈ ડી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW