HomeGujaratવાંકાનેરના જામસર ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, રૂ. 13 હજારનો મુદ્દામાલ...

વાંકાનેરના જામસર ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, રૂ. 13 હજારનો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે જામસર ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રાથમીક શાળા પાસે દરોડો પાડ્યો હતો, જ્યાં આરોપી દસરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીંહોરાની કબ્જા ભોગવટા વાળી વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર-100 કિ.રૂ. 2500 તથા ઠંડો આથો લીટર-300 કિ.રૂ.7,500 તથા ગરમ દેશી દારૂ લીટર-15 કી.રૂ.3000 મળી કુલ કીં.રૂ. 13,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપીને પકડી લઇ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW