ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે હમીરપર ગામના પાટિયા સામે મહાદેવ મંદિર પાસે આવેલ વાડી વિસ્તારના કાચા રસ્તા પર શંકાસ્પદ ઈકો કાર દેખાતા પોલીસે રેડ કરી હતી. કાર (નંબર GJ-16-BG-0731)ની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની 21 બોટલ, કિંમત રૂ. 11,445 તથા ચપ્પલના 44 જોડી, કિંમત રૂ. 6,600 મળી આવ્યા હતા. ઉપરાંત કારની કિંમત રૂ. 1,50,000 ગણાતાં કુલ રૂ. 1,68,045નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
મળેલ મુદામાલ સાથે પોલીસે આરોપી મેરસિંહ ઉર્ફે નરશીભાઈ જુવાભાઈ મેડા હાલ છતર ગામની સીમમાં ભરતભાઈ પટેલની વાડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન પ્રદીપભાઈ ખુમસીંહ મંડોર, રહે. હમીરપર ગામની સીમમાં છગનભાઈ ભાણજીભાઈ ચિકાણીની વાડી, મૂળ મધ્યપ્રદેશ, તેમનું નામ પણ સામે આવ્યું હતું. પોલિસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

