HomeGujaratમોરબીમાં એક સપ્તાહથી ગુમ યુવાન ની હત્યા કરી લાશ હોવાની આશંકા, પોલીસે...

મોરબીમાં એક સપ્તાહથી ગુમ યુવાન ની હત્યા કરી લાશ હોવાની આશંકા, પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા તાજ મહમદ ભટ્ટી નામનો યુવાન ગત તા 19 ના રોજ લાલબાગ નજીક થી ગુમ થયો હતો જેની આજે પીપળી બેલા રોડ પર આવેલ એક કારખાના ગ્રાઉન્ડ બહાર લાશ મળી આવી હતી.ઘટનાની ગંભીરતા એવી હતી કે આરોપીઓ દ્વારા યુવકનું અપહરણ કરી હત્યા કર્યા બાદ લાશ ફેક્ટરી કમ્પાઉન્ડ બહાર ખાડો ખોદી તેમાં દાટી દીધી હતી અને તેના પર આરસીસી નું ધાબુ બનાવી દઈ પૂરવાનો નાશ કર્યો હતો

ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ અને તેમની ટીમ મોરબી જે એમ આલ એલસીબી એસ ઓ જી ની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા હતા જેસીબી અને આરસીસી કંસ્ટ્રકશન તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે જોકે હાલ આ ઘટના અંગેની પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી હાલ આ ઘટનાને કોણે અંજામ આપ્યો છે તે અંગે માહિતી હજુ સામે આવી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW