HomeGujaratવાંકાનેરમાં સમાધાન માટે ગયેલા ભાઈ પર હુમલો, દંપતી સામે ફરિયાદ

વાંકાનેરમાં સમાધાન માટે ગયેલા ભાઈ પર હુમલો, દંપતી સામે ફરિયાદ

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મોહમ્મદ શરીફભાઈ હનીફભાઈ પાયક દ્વારા સલીમભાઈ લોલાડિયા અને તેમની પત્ની સઈદાબેન સામે વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, ફરીયાદી મોહમદ શરીફભાઇની બહેન રીસાઈને બેસી હોવાને કારણે મામલો સમાધાનથી ઉકેલવા માટે ફરીયાદી સલીમભાઈના ઘરે ગયા હતા. તે દરમિયાન સઈદાબેને ફરીયાદી સાથે ઉગ્ર શબ્દોમાં બોલવાનું શરૂ કર્યું હતું. ફરીયાદીએ અયોગ્ય રીતે વાત ન કરવા જણાવ્યું ત્યારે સઈદાબેન ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના જમણા હાથમાં બટકું ભર્યું હતું.

આ દરમિયાન સલીમભાઈએ પણ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. સાથે રહેલા લોકોએ વચ્ચે પડી ફરીયાદીને છોડાવ્યો હતો. ત્યારબાદ ફરીયાદી ઘરેથી બહાર નીકળતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW