HomeGujaratવાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શહેરના મીલ પ્લોટ વિસ્તારની ડબલચાલી શેરી પાસે આવેલા જાહેર સ્થળે દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસે ગફુરભાઈ ઇસ્માઇલભાઈ મોવર (ઉ.વ. 50), બીલાલભાઈ વલીમામદભાઈ આંબલીયા (ઉ.વ. 36), સબીરભાઈ હાસમભાઈ કટીયા (ઉ.વ. 31), અનવરભાઈ દાઉદભાઈ બાબરીયા (ઉ.વ. 55), મોઇન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા (ઉ.વ. 55), રશુલભાઈ રહીમભાઈ મોવર (ઉ.વ. 30) અને હાસમભાઈ દોશમામદભાઈ મોવર (ઉ.વ. 30)ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 29,000 રોકડ મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW